મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે કુવા પાસે પગ લપસતા સાડીનો ફાંસો આવી જતાં મહિલાને સારવારમાં ખસેડાઇ


SHARE







હળવદના સુરવદર ગામે કુવા પાસે પગ લપસતા સાડીનો ફાંસો આવી જતાં મહિલાને સારવારમાં ખસેડાઇ

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતી મહિલા ગામમાં આવેલ કુવા પાસે હતી ત્યારે ત્યાં તેનો પગ લપસતા ગળાના ભાગે સાડી વીંટાઈ ગઈ હતી જેથી તે મહિલાને ફાંસો આવી ગયો હતો અને તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ ડાંગર (૨૫) નામની મહિલા ગામમાં આવેલ કુવા પાસે હતી ત્યારે ત્યાં કોઈ કારણોસર અકસ્માતે પગ લપસી જતા ગળાના ભાગે સાડી વીંટાઈ ગઈ હતી જેથી કરીને તેને ફાંસો લાગી જતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા શિલ્પાબેન ધર્મેશભાઈ વિરડા (૩૮) નામની મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News