મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ડમ્પરનો જોટો ફરી જતાં બાઇક લઈને જઇ રહેલા યુવાનનું મોત


SHARE







મોરબીના બંધુનગર પાસે ડમ્પરનો જોટો ફરી જતાં બાઇક લઈને જઇ રહેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર પાસે તુલસી પેટ્રોલ પંપની સામેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લેતા યુવાન ઉપરથી ડમ્પરનો જોટો ફરી ગયો હતો જેથી કરીને તેને છાતી તથા જમણા હાથે અને ડાબા પગના સાથળના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલમાં મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ એવલોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદ ખોકારામ બરમન (૪૩)એ ડમ્પર નંબર જીજે ૧૩ એ બલ્યુ ૭૨૯૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર પાસે તુલસી પેટ્રોલ પંપની સામેથી તેનો કૌટુંબિક ભત્રીજો વિકાસ જગદીશ બરમન (૩૮) પોતાના હવાલા વાળો બાઈક નંબર જીજે ૯ સીએફ ૮૭૯૧ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને ડમ્પર ચાલકે હડફેટે લેતા ડમ્પરનો જોટો તેના ઉપરથી ફરી ગયો હતો જેથી તેને છાતી, જમણા હાથ, ડાબા પગના સાથળના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેનું વાહન ડમ્પર નીચે ફસાઈ જતા ડમ્પરનો ચાલક તેના હવાલા વાળું ડમ્પર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને મૃતક યુવાનના કૌટુંબિક કાકા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News