મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર ખાતે વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ-સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના વિરાટનગર ખાતે વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ-સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વિરાટનગર (રંગપર) ખાતે આવેલ બુટભવાની મંદિર ખાતે સમગ્ર વડસોલા પતિવાર દ્વારા દર વર્ષે દશેરાના તહેવાર નિમિત્તે પંચકુંડી યજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે,કોરોના કાળના કારણે છેલ્લા બે વર્ષથી યજ્ઞવિધિ થઈ શકી ન હતી પણ ચાલુ વર્ષે યજ્ઞનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મદેવ યતીનભાઈ દવેના શાસ્ત્રી સ્થાને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મંત્રોચ્ચાર સાથે ભવ્ય અને દિવ્ય યજ્ઞ સંપન્ન થયો જેમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં ધો.10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું ધો.10 માં ખુશી પરેશભાઈ, દિવ્ય રમેશભાઈ, એકતા હસુમખભાઈ,પલક રાજેશભાઈ સંજના હિતેશભાઈ, જાનવી હસમુખભાઈ, ધો.12 માં નેહા સુરેશભાઈ,એકતા રાજેશભાઈ ભવ્ય ધનજીભાઈ,નમન જગદીશભાઈ,નિટ એક્ઝામમાં આર્ય ભરતભાઈ,ભવ્ય જયનભાઈ, કમ્પ્યુટર એન્જિનિયર બંસી પરેશભાઈ,બી.એસ.સી.માં મિત ગુણવંતભાઈ, યુક્તિ વિજયભાઈ,સિવિલ એન્જિનિયરમાં કિશન સુરેશભાઈ ક્રિશ્ના ભરતભાઈ બી.એસ.સી. બાયોટેક, ડો.હિતારથી દિનેશભાઈ MBBS ડો.પ્રેક્ષા તરુણભાઈ M.D.ડો. તરુણ દિનેશભાઈ વડસોલા M.S.વગેરે તેજસ્વી તારલાનું અદકેરું સન્માન કરાયું હતું.તેમજ કોમનમેન ફાઉન્ડેશન આયોજિત આદર્શ માતા કસોટીમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ કિંજલબેન જગદીશભાઈ વડસોલાનું પણ આ તકે સન્માન કરાયું હતું




Latest News