મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ ધાંગધ્રાના ગેંગ કેસના આરોપીને તેમજ એસઓજીએ આણંદના આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ફરાર આરોપીને દબોચ્યો


SHARE













મોરબી એલસીબીએ ધાંગધ્રાના ગેંગ કેસના આરોપીને તેમજ એસઓજીએ આણંદના આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ફરાર આરોપીને દબોચ્યો

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાંથી ધાંગધ્રા પોલીસ સ્ટેશનના ગેંગકેસના ફરાર આરોપીને પકડી પડ્યો હતો અને ત્યાં ગેંગ કેસ નોંધાયો હોય તેમાં તે છેલ્લા એક વર્ષથી ફરાર હતો તેમ જાણવા મળેલ છે.તે રીતે જ મોરબી એસઓજીના સ્ટાફે મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનના આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મોરબીના સોઓરડી ખાતેથી ઝડપી પાડીને આણંદ પોલીસ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે.

આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીના ચંદુભાઈ કલોત્રા તથા સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના વીસી ફાટક પાસેથી કાટીયો નરસીભાઈ વિરમગામા દેવીપુજક (૩૫) મૂળ રહે.ધાંગધ્રા જડેશ્વર મંદિર પાછળ નદીના કાંઠે ધોળીઘાટ જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી પાડ્યો હતો.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલ કાંટીયો નરસીભાઈ વિરમગામા નામનો શખ્સ મોરબીના વીસીપરામાંથી મળી આવ્યો હતો અને તેની સામે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેંગ કેસ નોંધાયેલો હોય અને ગેંગ કેસમાં તે છેલ્લા એકાદ વર્ષથી ફરાર હતો.દરમિયાનમાં મળેલ બાતમીના આધારે તેને મોરબીના વીસીપરા ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો અને આગળની તપાસ માટે તેને ધાંગધ્રા પોલીસ હવાલે કરાયો છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલો ઈસમ લીંબડી પેલેસ ખાતે તથા ધાંગધ્રા પેલેસ ખાતે થયેલ ચોરીના ગુનામાં પણ સંજોવાયેલ હતો અને તેના સહિત અન્ય ઈસમો સામે ત્યાં ગેંગ કેસ નોંધાયેલો હોય તેમા તે એકાદ વર્ષથી ફરાર હતો જેને મોરબી ખાતેથી પકડીને ધાંગધ્રા પોલીસ હવાલે કરાયો છે.

તેમજ મોરબી એસઓજીના મુકેશભાઈ જોગરાજીયા તથા સ્ટાફને મળેલ બાતમી આધારે તેઓએ મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડીના નાકા પાસેથી રમેશ ઉર્ફે તેજસ રૂડાભાઈ ગમારા (૨૯) રહે.રફાળેશ્વર તા.જી.મોરબી ને આઇપીસી કલમ ૪૧(૧)આઇ મુજબ હસ્તગત કર્યો હતો અને તેની સામે આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયેલો હોય અને તે ગુનામાં તે ફરાર હોય મળેલ બાતમીને આધારે તેને મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાંથી પકડી પાડીને આગળની તપાસ માટે આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા ખાતે નિમકોટેડ યુરિયાની હેરાફેરીના ગુનામાં તે ફરાર હતો અને બાકમીના આધારે તેને મોરબી ખાતેથી પકડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.






Latest News