ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મારી શાળા-શ્રેષ્ઠ શાળા: મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગીમાં મોડેલ સ્કૂલ મોટીબરાર પ્રથમ ક્રમે


SHARE







મારી શાળા-શ્રેષ્ઠ શાળા: મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગીમાં મોડેલ સ્કૂલ મોટીબરાર પ્રથમ ક્રમે

મોરબી  જિલ્લા કક્ષાએ ઝળહળતી, ઉભરતી, તમામ પ્રવૃત્તિઓમાં હરહંમેશ અગ્રેસર સફળતાના મીઠા ફળોનો સ્વાદ લેતી શાળા એટલે જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાઓ પૈકીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતી મોડેલ સ્કૂલ મોટીબરાર સરકારી શાળા શ્રેષ્ઠ શાળા છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ આ શાળાનું લક્ષ્ય. આ શાળા હરહંમેશ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે જ પ્રયત્નશીલ રહેતી.જેમાં શાળાનું ઉત્તરોત્તર શ્રેષ્ઠ પરિણામ, શિક્ષણની સાથે સાથે શાળાઓમાં અન્ય સ્પર્ધાઓમાં પણ અગ્રિમ સફળ જ રહેલ તથા પ્રવાસ પર્યટન હોય કે પછી વિવિધ રાષ્ટ્રીય કે સાંસ્કૃતિક પર્વ હોય આ તમામને ખૂબ ઉત્સાહભેર શાળા પરિવાર ઉજવે ને આમ વિદ્યાર્થીઓમાં સર્વાંગી મૂલ્યોનું સિંચન કરતા રહે. આ તમામ બાબતોની નોંધ લઈને મોડેલ સ્કૂલ મોટીબરારને શ્રેષ્ઠ શાળા પસંદગીમાં પ્રથમ ક્રમાંકે પસંદ કરેલ છે. જેની શાળા પરિવાર તથા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગયેલ છે. આ સફળતા બદલ સમગ્ર શાળા પરિવારને તથા જેમની સૂઝબૂઝ અને કર્તવ્યનિષ્ઠાથી શાળાને શ્રેષ્ઠ બનાવનાર શાળાના ભૂતપૂર્વ આચાર્ય બી.એન. વીડજાને પણ અભિનંદન પાઠવવામાં આવેલ છે






Latest News