મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો.૧૦ની પરીક્ષામાં ૧૮૭ ગેરહાજર: કલેક્ટર-યુવા ભાજપે કુમકુમ તિલક કરી પરિક્ષાર્થીઓને આવકાર્યા


SHARE







મોરબી જીલ્લામાં ધો.૧૦ ની પરીક્ષામાં ૧૮૭ ગેરહાજર: કલેક્ટર-યુવા ભાજપે કુમકુમ તિલક કરી પરિક્ષાર્થીઓને આવકાર્યા

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે મોરબી જિલ્લામાં પહેલા દિવસે બોર્ડની પરીક્ષા કુલ મળીને ૧૧૩૧૧ વિદ્યાર્થીઓને આપવાની હતી જો કે, ગુજરાતીમાં ૧૮૫ અને અંગ્રેજીમાં ૨ આમ કુલ મળીને ૧૮૭ વિદ્યર્થી ગેરહાજર રહ્યા હતા જેથી કરીને ૧૧૧૨૪ વિદ્યાર્થીઓએબોર્ડની પરીક્ષા આપેલ હતી ત્યારે જુદાજુદા કેન્દ્રો ઉપર કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ ત્યારે કલેકટર કે.બી. ઝવેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી મોતા સાહિતના અધિકરીઓ મોરબીમાં આવેલ સારથિક વિદ્યામંદિર સ્કૂલે હાજર રહ્યા હતા અને મોરબી શહેર યુવા ભાજપની ટીમના પ્રમુખ જયદીપભાઈ કંડિયા સહિતના હોદેદારો મોરબીના શનાળા રોડે આવેલ નવયુગ વિદ્યાલય ખાતે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પરીક્ષા ખંડમાં આવકારીને મોઢા મીઠા કરાવ્યા હતા






Latest News