ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના અંજિયાસર ગામે પરણીતાએ ન કરવાનું કર્યુ


SHARE







માળીયા (મી)ના જુના અંજિયાસર ગામે પરણીતાએ ન કરવાનું કર્યુ

માળીયા મીયાણા તાલુકાના જુના અંજિયાસર ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જુના અંજિયાસર ગામે રહેતી પરણીતા પરવીનબેન આશિષભાઈ મુલ્લા (૨૨)એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળ ૧૪ માસનો હતો જેથી કરીને તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં સ્થાનિક પીએસઆઇ એન.એમ. ગઢવી તપાસ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રવિભાઈ મનસુખભાઈ (૨૩) નામનો યુવાન બાઇક લઈને મોરબીના ભડીયાદ રોડ ઉપર રામદેવપીરના ઢોરા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય બાઇક સાથે તેનું બાઈક અથડાયું હું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા થવાથી રવિભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News