મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ ઇન્ટર ડિપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતની ટીમ બની વિજેતા


SHARE







મોરબીમાં યોજાયેલ ઇન્ટર ડિપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતની ટીમ બની વિજેતા

મોરબી પોલીસ હેડ ક્વાટર ખાતે રેવન્યું, પોલીસ, પંચાયત અને કોર્ટ જ્યુડિશિયલ ઈલેવન વચ્ચે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ટુર્નામેન્ટનું આયોજન મોરબી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની ફાઈનલ મેચ પોલીસ ઈલેવન અને પંચાયત ઈલેવન વચ્ચે રમાઈ હતી. તેમાં જિલ્લા પંચાયતની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ૧૧૬ રન બનાવ્યાં હતા. જેમાં પંચાયત તરફથી પ્રશાંત દલસાણીયાએ ૩૮, રાહુલ બળાઈ ૨૭, લલિત ગોહેલ ૨૬ રન નોંધાવ્યાં હતા. અને પોલીસ ઈલેવન તરફથી શક્તિસિંહ ઝાલાએ ૩ ઓવરમાં ૧૨ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. જિલ્લા પંચાયત તરફથી જયદીપસિંહ ગોહિલએ ૩ વિકેટ લઇ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં બલભદ્રસિંહ ઝાલા સેમિફાઈનલમાં અને રાહુલ બળાઈ ફાઇનલમાં મેન ઓફ ધી મેચ રહી ટ્રોફી મેળવી હતી. અને સેમીફાઇનલ જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, કલેક્ટર કે બી ઝવેરી, ચીફ ડિસ્ટ્રીક જજ પી.સી. જોશી હાજર રહ્યા હતા અને ટીમોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. અને મોરબી જીલ્લામાં યોજાયેલ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ટુર્નામેન્ટમાં વિજેતા બનવા બદલ જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં કોચ તુષારભાઈ બોપાલિયા અને મેનેજર દિનેશભાઈ હુંબલએ ટીમને જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતા.






Latest News