મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે કરાયો


SHARE











મોરબીના ઘુંટુ રોડેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયુ હતુ.જે અંગેની ફરિયાદ નોંધાવાયેલ હોય તાલુકા પોલીસે તપાસ હાથ ધરીને એમપી ખાતેથી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢયા છે.હાલ આરોપીને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.
 
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિરામીક એકમમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પરિવારની સગીરાનું આદિવાસી શખ્સ દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતુ.જે બાબતે ગત તા.૧૮-૧૨-૨૩ ના રોજ ફરિયાદ નોંધાવા પામી હતી.મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અને હાલ મોરબીના સામાકાંઠે જૂના ઘુંટુ રોડ ઉપર આવેલ સીરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે સુનીલ રૂપાભાઈ ગમાર જાતે આદિવાસી રહે.લાલપુરા તિમેચા તાલુકો સરદારપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ અપહરણ કરી ગયો હતો તે અંગે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્રારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપી સુનિલ આદિવાસીને પકડવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે એમપી ખાતે વોચ ગોઠવીને રેડ કરવામાં આવી હતી.તે દરમિયાન ભોગ બનનાર સગીરા તથા આરોપી સુનિલ રૂપાભાઈ ગમાર (ઉમર ૧૮) ધંધો મજૂરી રહે.લાલપુરા તિમેશી સરદારપુર ધાર મધ્યપ્રદેશ વાળો ત્યાંથી મળી આવ્યો હતો જેથી તેને મોરબી લાવવામાં આવ્યો હતો અને સગીરાનો તેના પરિવારજનોને કબ્જો સોંપીને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા સુનિલ આદિવાસીને જેલ હવાલે કરવા હુકમ થતા હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ રામચોક પાસે મારામારીની ઘટના બની હતી જે મારામારીના બનાવમાં મોરબીમાં ધરમપુર રોડ ઉપર આવેલ ભીમસર ખાતે રહેતા ખીમજીભાઇ રતિલાલ કડેવાર (ઉમર ૪૫) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ ઈદ મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નૂરબાઈ સલીમભાઈ મોવર રહે. મચ્છીપીઠ વાળાને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીને છરી લાગી જતા સારવારમાં

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર (નદી) ગામ પાસે આવેલ અમરનગર વિસ્તારમાં રહેતી રવિનાબેન રમેશભાઈ ભીમાણી નામની ૧૮ વર્ષની યુવતીને ગત તા.૨૭-૨ ના રાત્રીના ૧૧ વાગ્યે છરી લાગી જતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે બાજુના ગામ શક્તિનગર વિસ્તારમાં કોઇ છોકરા સાથેની બબાલમાં ઝઘડો થયો હતો અને ઝગડા બાદ રવિનાબેનને તેમના ઘરે જ છરી લાગી ગઈ હતી.જેથી સારવારમાં લવાયા હતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા આ બનાવની નોંધ કરીને તપાસ કરાઈ હતી.






Latest News