મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ગુનેગારોનો ઉતારો એટલે મોરબી..?! : ગાંધીધામના અપહરણ, બળાત્કાર અને પકસોનો ફરાર આરોપી મોરબીના સામાકાંઠેથી ઝડપાયો


SHARE











ગુનેગારોનો ઉતારો એટલે મોરબી..?! : ગાંધીધામના અપહરણ, બળાત્કાર અને પકસોનો ફરાર આરોપી મોરબીના સામાકાંઠેથી ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ નજીક માળિયા ફાટકના બસ સ્ટેશન નજીકથી ગાંધીધામમાં નોંધાયેલ અપહરણ, બળાત્કાર તેમજ પોકસો એકટના ગુનાનો આરોપી મળી આવ્યો હતો.જેથી તેને પકડીને ગાંધીધામ એ ડુવિઝન પોલીસ હવાલે કરાયો હતો.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ), ૩૭૬ (બળાત્કાર) તેમજ પોકશો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવો હોય તે ગુનાની તપાસમાં ગાંધીધામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.જે. મકવાણા સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને અહિં મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ નજીક આવેલ માળિયા ફાટક બસ સ્ટેશન નજીકથી તેઓના પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી કરણ રાજેન્દ્રભાઈ પ્રજાપતિ (ઉંમર ૧૮) રહે. ગાંધીધામ કાર્ગો પીએલએસ શેરી નંબર-૨ કચ્છ (ભુજ) વાળો મળી આવ્યો હતો.જેથી કરણ પ્રજાપતીને હસ્તગત કરીને તપાસના કામે ગાંધીધામ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

જામનગરના જોડિયા તાલુકામાં આવેલ રસનાળ ગામે રહેતા અને મજૂરી કામ કરતા શૈલેષ પારસિંગભાઈ ડામોર આદિવાસી નામના ૧૮ વર્ષના યુવાને કોઇ અકળ કારણોસર રસનાળ ગામે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અત્રે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે પ્રાથમિક તપાસ કરીને આ બનાવ સંદર્ભે જોડિયા પોલીસમાં જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના રવાપર ગામે લીલાપર રોડ નજીક આવેલા એસપી રોડ ખાતે રહેતા દીક્ષિત બાલુભાઇ વિરમગામા નામના ૧૯ વર્ષના યુવાનને એસપી રોડ ખાતે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવા આવ્યો હતો.જ્યાંથી પોલીસ મથકે જાણ થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને અકસ્માત સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.

માસુમ બાળકી સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપર આવેલ પીપલ ટાઇલ્સના લેબર કવાટરમાં રહેતા પરિવારની રીંકુબેન સંજયભાઈ ખેડકર નામની ૧૧ માસની માસુમ બાળકીને વહેલી સવારે યુનિટમાં કૂતરું કરડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.અહીંથી પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે પ્રાથમિક તપાસ કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News