ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર તલવાર વડે હુમલાના ગુનામાં વધુ ચારની ધરપકડ: કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોર સામે કાર્યવાહી


SHARE











મોરબીમાં યુવાન ઉપર તલવાર વડે હુમલાના ગુનામાં વધુ ચારની ધરપકડ: કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોર સામે કાર્યવાહી

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન થોડા દિવસો પહેલા પોતાની સ્કોર્પિયો ગાડી લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મુકેલા બાઈકને હટાવવા માટે થઈને કહ્યું હતું જે સામે વાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના ઘર પાસે જઈને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે અને તલવાર વડે હુમલો કર્યો હતો અને યુવાનને માથામાં તથા શરીરે માર મારીને ઇજાઓ કરી હતી જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોને બાલ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-૧ માં રહેતા સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા જાતે દરબાર (૨૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા અસલમ સલીમભાઈ ચાનિયારહીશ ઉર્ફે ભાણોઅસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કેફરિયાદી પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૧૦ ડીઆર ૦૦૭૭ લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અસલમના દીકરાએ બાઈક આડુ ઉભું રાખ્યું હતું જેને રોડ સાઈડમાં લેવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને રહીશ ઉર્ફે ભાણો ફરિયાદીના ઘર પાસે બાઈક લઈને આવ્યો હતો અને ત્યાં તેને ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ અસલમ સલીમભાઈ ચાનિયાએ તલવાર વડે હુમલો કરીને યુવાનને માથાના ભાગે માર મારી ઇજા કરી હતી તેમજ અસલમનો દીકરો અને એક અજાણ્યો શખ્સ હતો તેણે પાટા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પહેલા આરોપી પરવેઝ ઉર્ફે પવલો આદમભાઇ ચાનીયા અને સાકીર રજાકભાઈ બ્લોચની ધરપકડ કરી હતી અને હાલમાં પીએસઆઇ સી.એસ. સોંદરવા અને તેની ટીમે આરોપી અબ્રાહમભાઈ સલીમભાઈ ચાનીયા જાતે સંધિ (૩૮), મોઈન અનવરભાઈ ચાનીયા જાતે સંધી (૨૨), આસિફ કાસમભાઈ ચાનિયા જાતે સંધિ (૨૧) અને રેનીસ ઉર્ફે રહીસ ઉર્ફે ભાણો ફિરોજભાઈ અંદાણી જાતે ખોજા (૨૬) રહે. બધા કાલિકા પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરની સામે કાયદેસરની કાર્યવાહી કરીને હાલમાં તે બંનેને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે તેવું તપાસની અધિકારી પાસેથી જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા માલતીબેન મેઘાભાઈ ગઢવી (૫૦) નામના મહિલા મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેઓ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નિઝામ જૂસબભાઈ કટિયા (૨૮) રહે. ઈદ મસ્જિદ પાછળ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે અહેમદભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News