મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન કલર કરવાની ડાય પી જતાં સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં યુવાન કલર કરવાની ડાય પી જતાં સારવારમાં ખસેડાયો

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાં રહેતા યુવાને કોઈ કારણોસર કલર કરવાની ડાય પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલો હોલો સેનેટરી નામના કારખાનામાં રહેતા કહારામ હિરારામ નિશાદ (૨૦) નામના યુવાને કોઈ કારણોસર કલર કરવાની ડાય પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દિનેશભાઈ બાવળીયા ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયા

મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ ઇન્ટ્રાગો કંપની ખાતે યુવાનને સાપ કરી ગયો હતો જેથી કરીને સાહિલ સૈઈદુલ અખતર અન્સારી (૧૮)ને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ રોટરીનગર બ્લોક નં-૧૯ ખાતે રહેતા અક્ષિત મનીષભાઈ નેગાંધી (૨૦) નામનો યુવાન બાઈક લઈને મોરબીમાં આવેલ મણિમંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ આંબાવાડી યદુનંદન સોસાયટી ખાતે રહેતા નારણભાઈ રાજાભાઈ પરમાર (૭૦) નામના વૃદ્ધ એકટીવામાં પાછળ બેસીને હાઉસિંગ બોર્ડની પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહનમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ બી.એ. વાઘડીયા






Latest News