મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસેથી છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના રંગપર પાસેથી છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેથી છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મોરબી જિલ્લા પેરોલફર્લોની ટીમ દ્વારા મહિલા આરોપીને વલસાડ પોલીસ હવાલે કરેલ છે

વલસાડ પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં મહિલા આરોપી મોરબી જિલ્લામાં હોવા અંગેની મોરબી જિલ્લા પેરોલફર્લોની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેથી મહિલા આરોપી ભાવિશાબેન દામજીભાઈ લો રહે. મઢવાળી શેરી ટંકારા વાળાની અટકાયત કરીને વલસાડ પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે તેવી માહિતી જાણવા મળેલ છે

વાહનથી ઠોકર મારી

મોરબીના જેતપર રોડ ઉપર નવી પીપળી પાસે આવેલા વૃંદાવન પાર્કમાં અજાણી વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ અજાણ વ્યક્તિ દ્વારા વાહનની ઠોકર મારવામાં આવતા ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા રાણીપા પ્રવીણભાઈ, ઝાલરીયા નિલેશભાઈ અને લખતરિયા ગીતાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News