મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધારવાડી શાળાની મુલાકાત લેતા જોધપર બીએડ કોલેજના તાલીમાર્થીઓ


SHARE







મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લેતા જોધપર બીએડ કોલેજના તાલીમાર્થીઓ

મોરબીની માધાપરવાડી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પસંદ થયેલ પીએમશ્રી શાળા છે,પીએમશ્રી શાળાની રૂબરૂ મુલાકાત દરમ્યાન શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ મોરબીએ બીએડ કોલેજ જોધપરના તાલીમાર્થીઓને પીએમશ્રી શાળા એટલે શું? પીએમશ્રી શાળા કેવી રીતે પસંદ થઈ?એમાં શું શું કરવાનું હોય વગેરે માહિતી આપતા જણાવ્યું કે પીએમશ્રી શાળા ચેલેન્જ મેથડથી પસંદ કરવામાં આવેલ છે.જેમાં ઓનલાઈન પ્રશ્નોતરી મેથડ આપેલ અને રાજ્યની પાંચ હજાર જેટલી શાળાઓએ ચેલેન્જ મેથડમાં સહભાગી થયા હતા જેમાં ૭૦ ટકાથી ઉપર ગુણ પ્રાપ્ત કરેલ રાજ્યની ૨૭૪ શાળાઓ પસંદ કરવામાં આવેલ છે,આ પીએમશ્રી શાળાઓને નોલેજ સેન્ટર બનાવવાની છે,પીએમશ્રી શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પુરી પડવાની જોગવાઈ છે,વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરાવવું, વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વ્યવસાયલક્ષી વોકેશનલ ટ્રેનિંગ આપવી વગેરે જોગવાઈઓ કરેલ છે,આ ઉપરાંત શાળાને ગ્રીન સ્કૂલ બનાવવી,શાળામાં બીએસએલએ બાલા પ્રોજેકટ અંતર્ગત બિલ્ડીંગ એઝ અ લર્નિંગ એઈઝ્ડ શાળાનું બાંધકામ એવું કરવું કે  જેમાંથી બાળક કંઈક ને કંઈક શીખે, શાળાની દિવાલોને બોલતી દિવાલો કરવી એટલે બાલા ગ્રીન સ્કૂલ,ફિલ્ડ વિઝીટ,એક્સપોઝર વિઝીટ,સેફટી એન્ડ સિક્યુરિટી, ઓર્ગેનિક ફાર્મીગ,કિચન ગાર્ડન ડીપ ઈરીગેશન,વોકેશનલ ટ્રેનિંગ સાયન્સ સર્કલ,મેથ સર્કલ,એક ભારત શ્રેષ્ઠ ભારત,ટ્વિનિંગ પ્રોગ્રામ, રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ,ઉજાસ ભણી પ્રમોટિંગ ગ્રીન સ્કૂલ,રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી વગેરેની વિસ્તૃત સમજ દિનેશભાઈ વડસોલા શાળાના પ્રિન્સિપાલ અને જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આપી હતી.તમામ તાલીમાર્થીઓએ શાળામાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ માહિતી પ્રાપ્ત કરી હતી.તમામ તાલીમાર્થીઓએ સુંદર પ્રાર્થના કાર્યક્રમ રજૂ કર્યો હતો,આ મુલાકાત સફળ બનાવવા એમ.પી.પટેલ બી.એડ.કોલેજ જોધપરના પ્રિન્સિપાલ રજનીશ બરાસરા,પ્રાધ્યાપક નિપુર્ણ અંદરપા હેમાબેન જોષી પ્રિન્સ દંતાલિયા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News