મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની નવી પહેલ વિદ્યાર્થીનીઓ માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજયો


SHARE







મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની નવી પહેલ વિદ્યાર્થીનીઓ માટે બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજયો

મોરબીની માધાપરવાડી શાળામાં વિનાયક એન્જીનિયરિંગ અને નિતાબે પટેલ અને સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના આર્થિક યોગદાનથી ૪૦૦ દિકરીઓના બ્લડ ગ્રૂપ કાર્ડ અપાયા હતા

મોરબી,પ્રવર્તમાન સમયમાં હેલ્થ અવેરનેસ ખુબજ જરૂરી છે, અત્યારના આ આધુનિક યુગમાં લોકો પોતાના શરીરના બંધારણ શરીરમાં રહેલી ખામી ખૂબીઓથી જાણકારી ધરાવતા હોય એ અતિ આવશ્યક છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાલવાટીકાથી માંડી આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી Udise+ પોર્ટલમાં અપલોડ કરવાનું આવતા મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં હાલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અને વાલીઓને પૂછતાં મોટા ભાગના વિદ્યાર્થીઓના બ્લડ ગ્રૂપ કરાવેલ ન હતા જેથી શાળાના પ્રિંન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ શાળામાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ યોજ્યો જેમાં કેશુભાઈ હડિયલ વિનાયક એન્જીનિયરિંગ-મોરબી અને નિવૃત્ત શિક્ષિકા નીતાબેન પટેલના આર્થિક યોગદાન થકી તેમજ સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીના ડો.પ્રેક્ષા અઘારા અને પૂર્વી અધારા સુંદર સહયોગથી રવિવારના રજાના દિવસે તમામ શિક્ષકોએ શાળામાં ઉપસ્થિત રહી ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓનું બ્લડ ટેસ્ટ કરી,તમામને બ્લડ ગ્રુપના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા,આ કેમ્પ સફળ બનાવવા ડો.તરૂણ વડસોલા એમએસ અને ડૉ.અર્પિત વિરોજા પીડિયાટ્રિક ડોકટર તેમજ શાળાના તમામ સ્ટાફે ખુબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News