મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાની દરમિયાનગીરીથી વિમેદારને વિમા રકમ મળી


SHARE







મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાની દરમિયાનગીરીથી વિમેદારને વિમા રકમ મળી

મોરબીના લાલપર ગામના વતની દુર્લભજીભાઈ કેશવજીભાઇ જેતપરીયાની ગાડીમાં આગ લાગતા રોયલ સુંદરમ્ જનરઈ ઇન્સ્યોરન્સ વિમો આપવાની ના પાડતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતા ગ્રાહક અદાલતે અઠાવન હજાર આઠસો એકવીસ અને સાત હજાર ખર્ચના ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીના લાલપરના વતની દુર્લભજીભાઈ કેશવજીભાઈ જેતપરીયાની ગાડી હુન્ડાઈને કુબેર સીનેમા પાસે એકાએક આગ લાગતા સળગવા લાગી હોવાની બહારના માણસોને જાણ થતા ગાડીની આગને બુઝાવી નાખેલ આ ગાડીનો વિમો રોયલ સુંન્દરમ્ જનરલ ઇન્સ્યુરન્સમાં હતો પરંતુ વીમા કંપનીએ એવું બહાનુ બતાવ્યુ કે પાછળ કેમેરા તથા અન્ય સામગ્રી લગાડવાથી આગ લાગી છે તો વિમો નહીં મળે.જોકે ગ્રાહકે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં જતા અદાલતે વિમા કંપનીની દલીલ માન્ય રાખી નહીં અને રૂા.૫૮,૮૨૧ અને ૭,૦૦૦ અન્ય ખર્ચના ૯ ટકા વ્યાજ સાથે તા.૩-૮-૨૩ થી ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઈએ કોઈપણ વ્યકિતને અન્યાય થાય તો મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨ તથા રામભાઈ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News