મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા, ટંકારા અને મોરબીમાથી ૮ બોટલ દારૂ સાથે ૩ ની ધરપકડ


SHARE







માળીયા, ટંકારા અને મોરબીમાથી ૮ બોટલ દારૂ સાથે ૩ ની ધરપકડ

મોરબી જિલ્લાના માળીયા, ટંકારા અને મોરબી પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે જુદાજુદા સમયે દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૮ બોટલ દારૂ સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાલમાં દારૂના ધંધાર્થીઓને પકડવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકના ધુનડા (સ) ગામે રોડ પરથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેને પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૯૦૦ રૂપિયાના દારૂના મુદામાલ સાથે નવલસીંગ ફતીયાભાઈ ભુરીયા ઉ.૨૮ રહે, હાલ ધુનડા(સ) મુળ કોસેટા જિલ્લો દાહોદ વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબી વાવડીરોડ કબીરઆશ્રમ પાછળ કેનાલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે બે બોટલ દારૂ સાથે ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા ઉ.૪૦ રહે. વાવડીરોડ કબીર આશ્રમની બાજુમાં મારૂતિનગર  મુળ તારાણા તાલુકો જોડીયા વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૦૦ના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી જયારે માળીયા પોલીસે માળીયા-હળવદ હાઈ-વે પર માણાબા ગામના પાટીયા પાસેથી પસાર થતાં લાલજીભાઈ બાબુભાઈ ધંધાણીયા ઉં.૨૬ રહે, સુલતાનપુર વાણંદ શેરી વાળાને રોકીને ચેક કરતાં તેની પાસેથી દારૂની શીલબંધ ૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૯૦૦ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી




Latest News