મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની ધરપકડ


SHARE







મોરબીમાં વ્યાજે લીધેલા રૂપિયાની કારખાનેદાર પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની ધરપકડ

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર ટાઇલ્સનું કારખાનું ધરાવતા વૃદ્ધે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજ ચૂકવેલું હતું તેમ છતાં પણ આરોપીએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરી પૂર્વક ચેકો તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર જનતા ટાઇલ્સ નામનું કારખાના ધરાવતા અને ત્યાં રહેતા જયંતીલાલ મીઠાભાઈ પરમાર જાતે સતવારા (૬૦)એ થોડા સમય પહેલા રવિભાઈ રાજુભાઈ જીલરીયા રહે. કંડલા બાપાસ આનંદનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કેતેમણે આરોપી રવિ જીલરીયા પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલ રૂપિયાનું ઊંચું વ્યાજ ચૂકવેલ હતું. છતાં પણ આરોપી દ્વારા તેમની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરીથી ચેકો લખાવી લેવામાં આવ્યા હતા તેમજ દસ્તાવેજ લઈ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ પી.આર.સોનારા અને તેની ટીમે આરોપી રવિભાઈ રાજુભાઈ જીલરીયા જાતે આહીર રહે. મૂળ સાધુ વાસવાણી પાટીદાર ચોક કેસરી મોલની પાછળ રાજકોટ હાલ રહે. કંડલા બાપાસ આનંદનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News