મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીથી ટાઇલ્સનો જથ્થો ભરીને ઝારખંડ તરફ જતાં સમયે લાલપર પાસે ટ્રકની કેબિનમાં આગ લગતા કેબિન બળીને ખાખ


SHARE







મોરબીથી ટાઇલ્સનો જથ્થો ભરીને ઝારખંડ તરફ જતાં સમયે લાલપર પાસે ટ્રકની કેબિનમાં આગ લગતા કેબિન બળીને ખાખ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને જોત જોતામાં આગ આખી કેબીનમાં પ્રસરી ગઈ હતી જેથી આ બનાવની તાત્કાલિક મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી હતી અને ટ્રકની કેબીનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જોકે કેબિનમાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ટ્રકની કેબિન તથા આગળના બંને ટાયરો વગેરેમાં સંપૂર્ણ નુકસાન થયું હતું જેથી કરીને આ બનાવની મૂળ હરિયાણાના રહેવાસી ટ્રક ડ્રાઇવર સુમરત રમજાનખાન મુસ્લિમ (૫૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે કે, ટ્રક નંબર આરજે ૧૪ જેજી ૧૫૫૪ માં મોરબીથી ટાઇલ્સનો જથ્થો ભરીને તે ઝારખંડ તરફ જઈ રહ્યા હતા દરમિયાન મોરબી નજીકના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર તેઓના ટ્રકની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગતાની સાથે જ સમગ્ર કેબીનમાં આગ પ્રસરી ગઈ હતી જેથી કરીને કેબીન તથા આગળના બંને ટાયરમાં નુકસાની થયેલ છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News