મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ૩ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે


SHARE







વાંકાનેર તાલુકામાં ૩ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે

જિલ્લા પંચાયત મોરબીની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી. જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અન્ય સભ્યોજિલ્લા વિકાસ અધિકારી તથા શાખાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંકાનેર તાલુકાના દેરાળાકણકોટમાટેલ ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટેના ૩૭,૦૦,૩૯૧ના ટેન્ડરની મંજુરી આપવામાં આવી છે તથા જિલ્લા પંચાયત ભવનના અન્ય કામો માટે રકમ ૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ)ની જોગવાઇ કરવામાં આવી હતી. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)ની યાદીમાં જણાવાયું છે.

ટુ અને ફોર વ્હીલર વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD તથા ફોર વ્હીલર માટે GJ36 AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૪/૧૦/૨૦૨૧ થી તા.૧૯/૧૦/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૦/૧૦/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.  






Latest News