મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં દવા પી જવાના જુદા જુદા ચાર બવાવોમાં બે યુવાન તેમજ બે મહીલાઓ સારવારમાં


SHARE







મોરબીમાં દવા પી જવાના જુદા જુદા ચાર બવાવોમાં બે યુવાન તેમજ બે મહીલાઓ સારવારમાં

મોરબીના જુદા જુદા ચાર વિસ્તારોમાં બે યુવક તથા બે મહિલાઓએ દવા પી લેતા ચારેયને સારવાર માટે ખસેડાયા હોવાની માહિતી હાલ પોલીસ સુત્રોમાંથી મળી રહી છે.

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ખેવારીયા ગામે રહેતા જીત અશોકભાઈ કાંજિયા નામના ૧૮ વર્ષના યુવાને તા.૧૯ ના રાત્રીના બારેક વાગ્યાના અરસામાં તેના ઘરે કોઇ કારણોસર દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.મંગલમ હોસ્પિટલમાં તેની સારવાર થયા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરાએ ઉપરોક્ત બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.

જયારે મોરબીના વાઘપર (પીલુડી) ગામે રહીને મજૂરી કામ કરતા પરિવારના ટોલીબેન સુનિલભાઈ શિંગાળા નામની ૩૦ વર્ષીય મહિલાએ મોડી રાત્રીના કોઈ દવા પી લીધી હતી જેથી તેણીને પણ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં હાલ તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા ઉપરોક્ત બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરાયેલ છે.જ્યારે મોરબીના નાની વાવડી ગામે આવેલ ભગવતી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા કુંદનબેન ભાવિકભાઈ રામાનુજ નામની ૨૨ વર્ષીય મહિલાએ પણ કોઈ કારણોસર તેના ઘરે કોઈ ઝેરી પ્રવાહી પી લેતા તેણીને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે સારવાર થયા બાદ આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને બનાવ કયા કારણોસર બન્યો તે દિશામાં આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સીરામીક સીટીમાં રહેતા આસુભાઈ રામજીભાઈ પરમાર નામના ૨૮ વર્ષના યુવકે તા.૧૯ ના મોડી રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી ૧૦૮ વડે તેને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના વીસીપરાના ઢાળ પાસે રહેતા લક્ષ્મીબેન અજયભાઈ ગણેશિયા નામની ૩૦ વર્ષીય મહિલાને તેના ઘરે તેના પતિ દ્વારા હાથ વડે માર મારવામાં આવતા નાકમાંથી લોહી નીકળતી હાલતમાં તેણીને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા પોલીસ મથકના અશોકભાઈ સરદિયા દ્વારા આ બાબતે નોંધ કરી તપાસ કરાઇ હતી.






Latest News