ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ૨૧૫ બોટલ દારૂ આપનારા શખ્સ સહિત બે શખ્સની ૧૨૦ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે ધરપકડ: બેની શોધખોળ


SHARE











મોરબીના રવાપર ગામે ૨૧૫ બોટલ દારૂ આપનારા શખ્સ સહિત બે શખ્સની ૧૨૦ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે ધરપકડ: બેની શોધખોળ

મોરબી નજીકના રવાપર ગામે પાર્ક કરેલી ગાડીમાંથી દારૂની બોટલો ઝડપાઈ હતી જે ગુનામાં દારૂ આપનાર શખ્સને પકડવાનો બાકી છે તે શખ્સ અને અન્ય એક શખ્સની સાથે ગાડીમાં દારૂ ભરીને માળિયા તાલુકાના વવાણિયા ગામે મંદિરની પાછળના ભાગમાં આવેલ વાડામાં દારૂની સપ્લાય કરવા માટે થઈને ગયો હતો ત્યારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૨૦ બોટલ દારૂ, બે મોબાઇલ ફોન અને નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડી આમ કુલ મળીને ૧૦,૬૧,૭૪૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને વાડીના માલિક તેમજ દારૂ આપનારના નામ સામે આવ્યા હોય તે ચારેયની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી બાકીના બે આરોપીઓને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે શિવ શક્તિ સોસાયટીમાં પાર્ક કરેલ બ્રેઝા ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ૨૧૫ બોટલ દારૂની મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ હતી અને તે શખ્સને દારૂનો જથ્થો દેવજીભાઈ ઉર્ફે દેવો લાલજીભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે માળિયા મીયાણા તાલુકાના વવાણિયા ગામની સીમમાં મહાકાળી માતાજીના મંદિરની પાસે આવેલો સાગરભાઇ ઉર્ફે રામૈયાભાઈ સવસેટા જાતે બોરીચાના વાડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડીમાંથી દારૂની ૧૨૦ બોટલો સાથે બે શખ્સ મળી આવ્યા હતા

જેથી પોલીસે ૪૦,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો, ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ૧૦ લાખ રૂપિયાની કિંમતની નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડી સાથે આરોપી દેવજીભાઈ ઉર્ફે દેવો લાલજીભાઈ પરમાર જાતે કોળી (૩૩) રહે વાવડી રોડ ભૂમિ ટાવર સામે કબીર આશ્રમ પાસે ઓમ શાંતિ ઓમ પાર્ક સોસાયટી મોરબી મૂળ રહે રાજકોટ અને સુખરામ ઉર્ફે હનુમાન બાબુલાલ સઉ જાતે બિસ્નોઈ (૩૫) રહે. હેમાંગુડા ગામ જીલ્લો ચિત્તલવાના રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે વાડાનો માલિક સાગરભાઇ ઉર્ફે રામૈયાભાઈ સવસેટા જાતે બોરીચા રહે. રામજી મંદિર વાળી શેરી વવાણિયા તાલુકો માળીયા મીયાણા અને માલ આપનાર નરપતસિંગ રાજપૂત રહે. બાડમેર રાજસ્થાન વાળા ત્યાં હાજર ન હોવાથી હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધાયલે છે અને જે બે શખ્સોને પકડવાના બાકીને છે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ અંગેની આગળની તપાસ પી.એસ.આઇ. એન.એમ. ગઢવીને સોંપવામાં આવી છે

બાઇકમાંથી નીચે પડતાં ઇજા
ટંકારામાં રહેતો સાવન હસમુખભાઈ ઘોડાસરા (૧૩) નામનો બાળક ઓવરબ્રિજ નીચે બાઈકમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News