મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ નાની કેનાલ ઉપર ફ્લેટમાં જુગાર રમતા ઘરધણી સહિત પાંચ ઝડપાયા: ૪૭,૩૦૦ નો મુદ્દા માલ કબજે


SHARE







મોરબીના પંચાસર રોડ નાની કેનાલ ઉપર ફ્લેટમાં જુગાર રમતા ઘરધણી સહિત પાંચ ઝડપાયા: ૪૭,૩૦૦ નો મુદ્દા માલ કબજે

મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે દુધેશ્વર એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૪૭,૩૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે આવેલ દૂધેશ્વર એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૨ માં રહેતા હિતેન્દ્રભાઈ જાદવજીભાઈ હરિયાણી જાતે પટેલ (૪૨) ના ઘરમાં જુગાર રમતા હોવા અંગેની ચોક્કસ હકીકત મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિતેન્દ્રભાઈ જાદવજીભાઈ હરિયાણી જાતે પટેલ (૪૨), સુરેશભાઈ નાનજીભાઈ ચીખલીયા જાતે પટેલ (૪૮) રહે લીલાપર કેનાલ રોડ રામકો બંગલો પ્લેટીનમ હાઈટ બ્લોક નંબર ૧૦૨ મોરબી, રવીન્દ્રકુમાર વનમાળીદાસ કુબાવત જાતે બાવાજી(૪૯) રહે ઘુનડા, ભરતભાઈ ઉર્ફે ભોજો ડાયાભાઈ પનારા જાતે પટેલ (૫૭) રહે હાઉસિંગ બોર્ડ પાછળ શ્રીકુંજ સોસાયટી શેરી નંબર-૧ મોરબી અને નારણભાઈ નરભેરામભાઇ વડાલીયા જાતે પટેલ (૬૦) રહે સનાળા બાયપાસ વૈભવ પાર્ક મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી ૪૭,૩૦૦ ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા કાર્યવાહી હાથ ધરી છે






Latest News