મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસેથી ચાર બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE











મોરબીમાં ત્રાજપર ચોકડી પાસેથી ચાર બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીમાં ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તે સર્વિસ રોડ ઉપરથી બે શખ્સો પસાર થઈ રહ્યા હતા તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર સર્વિસ રોડ ઉપરથી બે શખ્સો પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓરિએન્ટલ બેંક સામેથી જઈ રહેલા બે શખ્સોને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને જયદીપ ઉર્ફે દીગુ ઘનશ્યામ ચાવડા જાતે રજપૂત (૨૮) રહે. કલાલ શેરી નેહરુ ગેટ પાસે મોરબી અને વિરલ ઉર્ફે લાલો મહેશભાઇ કુબાવત જાતે બાવાજી (૩૪) રહે. ભવાની ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુના નગર સોસાયટીમાં રહેતો જીગ્નેશ રોહિતભાઈ ચાવડા (૩૫) નામનો યુવાન બાઇક લઇને નવલખી રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે ત્યાં તેનું અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.આર. સારદિયા ચલાવી રહ્યા છે




Latest News