મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં વધતાં હાર્ટ એટેકના બનાવનું મેડિકલ  સંશોધન કરવા સીએમને રજૂઆત


SHARE







મોરબી સહિત ગુજરાતમાં વધતાં હાર્ટ એટેકના બનાવનું મેડિકલ  સંશોધન કરવા સીએમને રજૂઆત

મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજયમાં તાજેતરમાં હાર્ટ એટેકના કેઇસ વધી રહ્યા છે જેથી તેની મેડિકલ તપાસ કરવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને મેડીકલ સંસોધન કરવામાં આવે તેવી મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા સીએમ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા હાલમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી ૨૦ થી ૫૦ વર્ષ સુધીની વ્યકતિઓને હાર્ટ એટેક આવવાના બનાવ બડી રહ્યા છે ત્યારે શા માટે અચાનક હાર્ટ એટેકના બનાવ વધ્યા છે તેની મેડિકલ તપાસ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, જે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે તેમાં કોઈ કારણ સામે આવતું જ નથી વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આર્થિક રીતે સુખી હોય, શારીરીક સુખી હોય, ચિંતાનુ કારણ ન હોય, શરીરના વજનનુ કારણ ન હોય છતાં ગુજરાતમાં હાર્ટ એટેકનુ જોર વધતુ જાય છે અને માણસના જીવન ઉપર જોખમ હોય તેવુ જણાય છે આ બાબત સરકારએ મેડીકલ સંસોધન કરવું જોઇએ અને હાર્ટ એટેક શા માટે વધી રહ્યા છે તેનુ કોઈ ચોક્કસ કારણ સામે આવે તો તેને રોકવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે 






Latest News