મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

ટંકારા ગ્રામ પંચાયતને સુપરસિડ કરવાની પૈરવી !


SHARE







ટંકારા ગ્રામ પંચાયતને સુપરસિડ કરવાની પૈરવી !

ટંકારા ગામ પંચાયતની બે વર્ષ અગાઉ  ચુંટણી જંગ ખરા ખરીનો જામ્યો હતો અને એક તરફ રિટાયર્ડ શિક્ષક ગોરધન ખોખાણી જ્યારે બિજી તરફ યુવા એડવોકેટ સિરીઝ અબ્રાણી વચ્ચે સિધ્ધી ટક્કર જોવા મળી હતી અને ગોરધન ખોખાણી જીત્યા બાદ પણ ૧૪ સભ્યમાથી સરપંચ જુથના ૬ જ્યારે સામે પક્ષે ૭ અને અપક્ષના એક સભ્ય ચુટાયા હતા અને બાદમાં ઉપ સરપંચ બનવાની ધડી વખતે રોપાયેલા આંતરિક કલેહના લબકાર હજુ પણ દેખાઈ રહ્યા છે અને બજેટ નામંજુર કરીને વિરોધી પક્ષે પંચાયત સુપરસિડ કરવાની પૈરવી કરી હોવાની ચર્ચાના લીધે રાજકારણ ગરમાયું છે

વાત આટલેથી ન અટકતા સરપંચ વિરોધનુ જુથે ગત બે સામાન્ય સભા બેઠકમા બજેટ સહિતના મુદા નામંજુર કર્યા બાદ સરપંચને પોતાની જમીન જતી હોય એમ લાગતું હોય હાલે બંધારણીય જોગવાઈ મુજબ અનેક રજૂઆતો અને કાર્યવાહી હાથ ધરી છે આ વચ્ચે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા એક સભ્યને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે એક મહિલા સભ્ય ઉપર પણ સરપંચે કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. અને હાલમાં અંદરખાને ઘણું રંધાઇ રહ્યું છે જેથી આગામી દિવસોમાં કઈક નવાજૂની થશે તે નિશ્ચિત છે 






Latest News