મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી અને હળવદ તાલુકામાં જુગારની જુદી જુદી ત્રણ રેડ: પાંચ જુગારીઓ પકડાયા


SHARE







મોરબી અને હળવદ તાલુકામાં જુગારની જુદી જુદી ત્રણ રેડ: પાંચ જુગારીઓ પકડાયા

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે તેમજ રાજપર ગામ નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમજ હળવદ તાલુકા પોલીસે જુગારની એક રેડ કરી હતી આમ કુલ મળીને જુગારની ત્રણ રેડ કરવામાં આવેલ છે જેમાં પાંચ જુગારીઓને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટોપની પાછળના ભાગમાં આવેલ દુકાન નજીક જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટના આધારે જુગાર રમતા જયેશભાઈ માણેકલાલ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૨૨) અને અર્જુનભાઈ જીવનભાઈ રાજપૂત (૨૦) રહે.બંને વીસીપરા બાલા હનુમાન મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી પોલીસે ૫૧૦ રૂપિયાની રોકડ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા બે શખ્સો તીન પત્તીનો જુગાર રમતા મળી આવ્યા હોય અનિલભાઈ શાંતિભાઈ ચાવડા સાથે સતવારા (૪૪) રહે.સનાળા મોરબી અને અશ્વિનભાઈ જીવરાજભાઈ સનાળીયા જાતે અનુ. જાતિ (૩૨) રહે.સનાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૫૦ રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે હળવદ તાલુકાના ખત્રીવાડના નાકા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી અબ્દુલભાઈ જમાલભાઈ મનસુરી જાતે પીંજારા (૮૦) રહે.ખત્રીવાડ નાકા પાસે હળવદ વાળાની ધરપકડ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News