મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી ફાટક પાસે ટ્રક ચાલકે ચાલીને જતા યુવાનને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના નવલખી ફાટક પાસે ટ્રક ચાલકે ચાલીને જતા યુવાનને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસે આવેલ ગણેશ મોટર્સ વાળા સર્વિસ રોડ ઉપર પગપાળા ચાલીને જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટ લીધો હતો અને પાછળના જોટામાં યુવાન આવી જતા તેને માથાના ભાગે ગંભીર થઈ હતી જેથી કરીને તે યુવાનનું મોત નિપજયુ હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ધીરુભાઈ મેપાભાઇ સાથલીયા જાતે કોળી (૬૦) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩૬ બીડબલ્યુ ૭૫૪૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર નવલખી ફાટક પાસે આવેલ ગણેશ મોટર્સ વાળા સર્વિસ રોડ ઉપરથી તેમનો દીકરો ગણપત ધીરુભાઈ સાથલીયા પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લીધો હતો અને પાછળના ટાયરના જોટામાં તે આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને ગણપતનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News