મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસેથી ૧૦ બોટલ પકડવાના ગુનામાં મહિલા બુટલેગરની ધરપકડ


SHARE







મોરબીમાં ઘર પાસેથી ૧૦ બોટલ પકડવાના ગુનામાં મહિલા બુટલેગરની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર સ્વામિનારાયણ પાર્કમાં મહિલા બુટલેગરના ઘર સામે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દસ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦ હજારનું સ્કૂટર અને રૂા.૫૦૮૫ નો દારૂ આમ કુલ મળીને ૫૫,૦૮૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા બુટલેગરની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો હાલમાં આ ગુનામાં મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેતા રેખાબેન લલીતભાઈ વઘોરાના રહેણાંક મકાન સામે જ્યુપિટર સ્કૂટર નંબર જીજે ૩૬ એએચ ૦૦૪૪ માં દારૂની ૧૦ બોટલો રાખવામાં આવી હોવાની પોલીસને બાતમી મળી હતી.જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરીને ૫૦ હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર અને ૫,૦૮૫ ની કિંમતનો દારૂનો જથ્થો આમ કુલ મળીને રૂા.૫૫૦૮૫ ની કિંમતનો મુદ્દામાલને સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો જોકે આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરા ત્યારે ત્યાં હાર ન હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હાલમાં આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી.પાતાળિયા અને સ્ટાફે મહિલા બુટલેગર રેખાબેન લલીતભાઈ વઘોરા (૩૫) ની ધરપકડ કરેલ છે

વૃદ્ધા સારવારમાં
મોરબીના વીસીપરા નજીક આવેલ રોહીદાસપરા શેરી નંબર-૬ માં રહેતા રતનબેન છગનભાઈ ચૌહાણ નામના ૬૮ વર્ષીય વૃદ્ધાને અકસ્માત બનાવમાં ઇજાઓ થતા અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવ અંગે નોંધ થતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે, રતનબેન બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેમના રહેણાંક મકાન નજીકના વિસ્તારમાં અચાનક ખૂંટીયો આડો ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં તેઓને ઈજા થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધ સારવારમાં
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા જલાભાઈ ભવાનભાઈ રાઠોડ નામના ૬૩ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઈજા થતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસમાં જાણ કરાઈ હતી.જેમાં સામે આવ્યું હતું કે જલાભાઇ તેમના પુત્ર રણજીતના બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે સમયે ગત તા.૨૦-૧ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં જલાભાઈ રાઠોડને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા






Latest News