મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામ દરમિયાન શોર્ટ લાગતા પાણીની ટાંકીમાં પડી ગયેલા યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં કામ દરમિયાન શોર્ટ લાગતા પાણીની ટાંકીમાં પડી ગયેલા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જીવાપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક સોટ લાગતા યુવાન પાણીની ટાંકીમાં પડી ગયો હતો અને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેની બોડીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ લાફોન ગ્રેનાઈટો સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો નારુભાઈ પાનસિંગભાઈ ભાભોર (૧૯) નામનો યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તે પાણીની ટાંકીમાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ ચિન્યાભાઈ ભાભોર તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

૧૦૦ લિટર દેશી દારૂ

મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં જુની આરટીઓ ઓફિસ પાસેથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે ૩ એયું ૨૧૪૮ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૦૦૦ નો દારૂ અને ૪૦ હજારની રિક્ષા એમ કુલ મળીને ૪૨ હજારનો મુદ્દામાલ કબજે કરીને ઇસ્મતઅલી અબ્બાસભાઈ મોવર જાતે મિયાણા (૪૨) રહે હરીપર ગામની ગોળી પાસે માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરી છે






Latest News