મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારી એક લાખની રોકડ સાથે પકડાયા


SHARE





















મોરબીમાં આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારી એક લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ધરતી ટાવરમાં આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧,૦૦,૩૦૦ ની રોકડ કબજે કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ધરતી ટાવરમાં ભવાની એક્સપ્રેસ નામના આંગડિયા પેઢીની ઓફિસમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચકુભાઈ કરોતરાને મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મહેશભાઈ રમણલાલ પટેલ (૪૫) રહે. આલાપ રોડ શિવરંજની એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૭૦૧ મોરબી, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર (૩૬) રહે. સનાળા રોડ ડાર્વિન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-૨૦૨ મોરબી, દિલીપભાઈ રામાભાઇ પટેલ (૪૦) રહે. ધરતી ટાવર મણીલાલ મગનલાલની ઓફિસમાં મોરબી, સંજયકુમાર અંબાલાલ પટેલ (૪૦) રહે. વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબી અને ભાવેશકુમાર ચંદુલાલ પટેલ (૪૨) રહે. વાવડી રોડ ઉમિયા પાર્ક સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧,૦૦,૩૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે










Latest News