મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એક દિવસીય મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો


SHARE























મોરબીમાં એક દિવસીય મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના ૧૨૮ માં કેમ્પનું આયોજન ખારીવાડી પ્રાથમિક શાળા વાવડીરોડ મોરબીમાં શ્રીમતી રસીલાબેન લલિતભાઈ રાવલ(બેંગલોર) વાળાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું અને સતત પાંચમાં વર્ષે પણ દાતાના સહયોગથી ડો હસ્તીબેન મહેતા એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલ હતો જેમાં દર્દીનું વજન કરી તપાસીને ત્રણ દિવસ દવા આપેલ હતી અને જરૂરિયાત મુજબ ડાયાબિટીસ તેમજ બીપી ચેક કરી આપેલ છે આ કેમ્પમાં  જયસુખભાઇ ભાલોડીયા દ્વારા  સાંધા, વા, ઘૂંટણ, કમરના દુખાવાના દર્દીને પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કાઉન્સિલર  માવજીભાઈ  કંઝારિયા, ધરમભાઈ કંઝારિયા તેમજ ખારીવાડી શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી આ તકે સહાયક તરીકે  કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, કૌશિકા રાવલે સેવા આપેલ હતી










Latest News