મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની લક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીની લક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી શહેરમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેને સરકારી હોસ્પિટલ લઈને આવ્યા હતા. ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડે આવેલ લક્ષ્મી સોસાયટી મેન બજારમાં રહેતા ચિરાગભાઈ હીરાભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (૨૦)એ પોતે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.એન. મિયાત્રા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પી લીધી

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા અનિતા શંકરભાઈ બામણીયા (૧૮) નામની યુવતીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બેભાન થઈ જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવ માળિયા તાલુકાની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા સુમનભાઈ ગોવિંદભાઈ નાયક (૨૬) અને અનિતાબેન ઈશ્વરભાઈ નાયક (૨૦) ને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવ હળવદ તાલુકાના ગોકળિયા અને દેવળીયા ગામ વચ્ચે બનેલ હોવાથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે 

માર માર્યો

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા શીતલબેન દિનેશભાઈ (૪૦) નામની મહિલાને ગત તા. ૧૯ ના રોજ સાડા ત્રણ વાગ્યે ઘરે હતી ત્યારે તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News