ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ


SHARE





ટંકારાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

ટંકારાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૫ થી ૮ ના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને વિવિધ પ્રયોગો રજૂ કરી વિજ્ઞાન પ્રત્યેની પોતાની રૂચિ દર્શાવેલ હતી આ સાથે બાળ વૈજ્ઞાનિકો દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગોનો વિશેષ પ્રયોગ રજૂ કરેલ હતો અને શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેન વી. એ ગણિત- વિજ્ઞાનના તમામ મોડેલની બાળકોને તૈયારી કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ શાળામાં પુસ્તક પ્રદર્શન, સંગીતના સાધનોનું પ્રદર્શન અને રમત ગમતના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું. તેમજ વાલી મીટીંગ પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા આ વાલી મિટિંગમાં શાળના શિક્ષકો અને આચાર્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપવામાં આવી હતી આ તકે ટંકારા તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, લજાઈ સી.આર.સી. કો. શૈલેષભાઇ સાણજા અને મિતાણા સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી ખાસ હાજર રહયા હતા. આ તકે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન આપેલ હતા




Latest News