ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડને સીસી રોડ બનાવવાનું કામ શરૂ: ટ્રાફિકને સનાળા રોડે ડાયવર્ટ કરાયો


SHARE





મોરબીના રવાપર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો સહિતના લોકોને ઠેબા ખાવા પડતા હતા જોકે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા અગાઉ ચોમાસા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મોરબીના અનેક રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવનાર છે દિવાળી પછી અને તેના જ ભાગરૂપે જુદા જુદા વિસ્તારોની અંદર હાલમાં રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા પાસેથી એટલે કે ગાંધી ચોક થી લઈને રવાપર રોડે બાપાસીતારામ ચોકડી સુધી છે સીસી રસ્તા નું કામ મંજુર થયું છે તે રોડ બનાવવા માટેની કામગીરી હાલમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલમાં ગાંધી ચોક પાસેથી રવાપર રોડ બાજુ જવાનું છે તેને બંધ કરીને જેસીબી વડે ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને ઝડપથી આ રસ્તો નું કામ થાય તેના માટે થઈને કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે જોકે રવાપર રોડ બાજુ અત્યાર સુધી જે ટ્રાફિક જતો હતો તે ટ્રાફિકને હાલમાં સનાળા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી કરીને સનાળા રોડ ઉપરથી જ વાહન ચાલકોને આવક જાવક કરવાની રહેશે જેથી કરીને આગામી સમયમાં ત્યાં ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય તેવી શક્યતાઓ છે જેથી કરીને તંત્ર દ્વારા હાલમાં શનાળા રોડ ઉપર જે ટ્રાફિક ડાયવર્ટ થયો છે તેને જેલ રોડ ઉપર થઈને ટ્રાફિકને ડ્રાઇવર્ટ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાં લોકોને રાહત રહે તેવી લોકોની લાગણી છે




Latest News