મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આગળ પાછળ જોયા વગર કારનો દરવાજો ખોલતા બાઇક અથડાયું, આધેડ સારવારમાં


SHARE











મોરબીમાં આગળ પાછળ જોયા વગર કારનો દરવાજો ખોલતા બાઇક અથડાયું, આધેડ સારવારમાં

મોરબીમાં વાહન અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં કાર ચાલકે આગળ પાછળ જોયા વગર પોતાનો દરવાજો ખોલતા પાછળ આવી રહેલ બાઈક દરવાજા સાથે અથડાયુ હતુ.જેને લીધે વાહન અકસ્માત થતા આધેડને હાલ સારવારમાં ખસેડાયા હતા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો પ્રમાણે મોરબીના વજેપર વિસ્તારમાં શેરી નંબર-૩ માં રહેતા નરેન્દ્રભાઈ કરશનભાઈ સોનગ્રા નામના ૫૫ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે, મોરબીના નવાડેલા રોડ પાસે આવેલ વિજય ટોકીઝની પાસે ઊભી રહેલ કારમાં કાર ચાલકે કારનો દરવાજો જોયા વિના ખોલતા પાછળથી આવી રહેલ નરેન્દ્રભાઈ સોનગ્રાનું બાઈક કારના દરવાજા સાથે ટકરાયું હતું.આ વાહન અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થતાં હાલ સારવારમાં ખસેડાયા છે.

ઝેરી દવા પી જતા વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે રહેતા માણેકબેન હિંમતભાઈ સવાણી નામના ૫૫ વર્ષીય વૃદ્ધા તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે તેમ પોલીસસુત્રોએ જણાવ્યું હતુ.અહીં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરાયેલ છે.

વાહન હડફેટે ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામે રહેતા અને મૂળ દાહોદના વતની પરેશભાઈ રાદુભાઈ માસુક નામના ૨૬ વર્ષના યુવાનને સાદુળકા ગામેથી મોરબી તરફ જતા સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં પરેશભાઈને અહીંની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલ ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાંતિભાઈ હીરાભાઈ ચાવડા નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના મકનસર ગામે થયેલ મારામારીના બનાવમાં કાંતિભાઈ ચાવડાને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને હાલ સારવાર માટે લાવવામાં આવ્યા છે અને બનાવના કારણ બાબતે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.ઝાપડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




Latest News