ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના ગ્રામ્ય પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરનાર પકડાયો


SHARE











મોરબી : માળીયા(મિં.) ના ગ્રામ્ય પંથકની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરનાર પકડાયો

મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના જૂના ઘાંટીલા ગામમાં રહેતા પરિવારની સગીર વયની દિકરીનું આરોપી લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સીપીઆઇએ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરેલ છે.

આ બાબતે વધુમાં પોલિસ પાસેથી મળતી વિગતો મુજબ માળીયા(મિં.) તાલુકાના જૂના ઘાંટીલા ગામમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે વિજયભાઈ મગનભાઈ સાલાણી રહે. વવાણીયા તા.માળીયા જી.મોરબી નામનો શખ્સ તા.૪-૧-૨૪ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયો હતો.જેથી સગીરાના પિતા દ્વારા માળીયા(મિં.) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે અપરહણ અને પોકસો એક્ટ મુજબ ગુનો નોધ્યો હતો.તેમજ ભોગ બનેલી સગીરને શોધવા અને આરોપીને પકડી પાડવા સીપીઆઇ એન.એ.વસાવાએ તજવીજ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી વિજયભાઈ મગનભાઈ સાલાણી (ઉમર ૨૧) રહે.વવાણીયા તા.માળીયા(મિં.) જી.મોરબી ને પકડી પાડીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના પંચાસરા રોડ ઉપર રહેતા કિશનભાઇ કમાભાઈ મેથાણીયા (ઉંમર ૨૬) નામના યુવાનને મોરબીના દલવાડી સર્કલ પાસે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ બનાવ સંદર્ભે નોંધ કરીને એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના પરા બજાર નજીક આવેલ પોસ્ટ ઓફિસ પાસેથી બાઈક લઈને જઈ રહેલા ગુલાબભાઈ કુબેરસિંહ (ઉમર ૨૯) રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી વાળાનું બાઈક ત્યાં સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં ઈજા પામેલ ગુલાબભાઈને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બાબતે પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાઈ હતી.

યુવાન સારવારમાં

મોરબીના જેલ રોડ ઉપર આવેલ વાંકાનેર દરવાજા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માતના બનાવવામાં પદ્માભાઈ શીવાભાઈ કોળી (ઉમર ૨૨) રહે.સરતાનપર રોડ વાંકાનેર હાઇવે મોરબી વાળાને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે લઈ જવાયો હતો અને ત્યાંથી બનાવની જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News