મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાનું કરાયું શોર્ય કિર્તિ સન્માન 


SHARE







વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાનું કરાયું શોર્ય કિર્તિ સન્માન 

વાંકાનેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલ ખાતે આજે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શોર્ય કિર્તિ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ પરિવારના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ગત મહિનામાં સંસદમાં જે ઘટના બની હતી ત્યારે ત્યાં ઘુસી ગયેલા શખ્સને પકડીને પોલીસ હવાલે કરવા બદલ સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શોર્ય કિર્તિ સન્માન કરવામાં આવ્યું હતું.

દેશની સંસદ ઉપર ૨૩ વર્ષ પહેલાં જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો તે જ દિવસે એટલે કે ગત ડિસેમ્બર મહિનામાં કેટલાક શખ્સો દ્વારા સંસદ અંદર ઘૂસીને ત્યાં સ્મોકફૉલ કરીને નારેબાજી કરવામાં આવી હતી તેમજ સંસદની બહારે પણ નારે બાજુ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી ત્યારે જો વાત કરીએ તો સંસદ ભવનની અંદર સ્મોકફૉલ કરનારા શખ્સો પાસે હથિયાર છે કે નહીં અને તે કયા મનસુબા સાથે સંસદમાં આવ્યા છે તેનો પળવાર પણ વિચાર કર્યા વગર ત્યાં હાજર રહેલા મોરબીના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ તેને પકડ્યા હતા અને પોલીસને હવાલે કર્યા હતા અને આ બહાદુરી ભર્યું કામ કરવા બદલ વાંકાનેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલ ખાતે આજે સાંસદ મોહનભાઈ કુંડારીયાનું શોર્ય કિર્તિ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના જિલ્લાના આગેવાનો તેમજ વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકા ભાજપ પરિવારના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમને મોહનભાઇ કુંડારિયાએ સાંસદમાં કરેલ બહાદુરીની કામગીરીને બિરદાવી હતી.






Latest News