મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દારૂના કટિંગે સમયે એલસીબીની રેડ, બુટલેગરો નાશભાગ: ૩૨ લાખથી વધુનો દારૂ કબજે


SHARE







મોરબી જીલ્લામાં દારૂના કટિંગે સમયે એલસીબીની રેડ, બુટલેગરો નાશભાગ: ૩૨ લાખથી વધુનો દારૂ કબજે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં દારૂ પહોચડવામાં માટે બુટલેગરો દ્વારા જુદાજુદા અખતરા કરવામાં આવે છે ત્યારે વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક દારૂ ભરેલ ટ્રકમાંથી કટિંગ કરીને જુદીજુદી જગ્યાએ દારૂ મોકલાવવા માટે બુટલેગરો કટિંગ કરી રહ્યા હતા ત્યારે જ મોરબી જિલ્લાએલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી જેથી કરીને બુટલેગરોમાં નાશભાગ મચી ગઈ હતી અને બધો જ મુદામાલ છોડીને બુટલેગરો નાશી ગયા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી ૩૨.૮૬ લાખનો દારૂ તેમજ ગેસ ટેન્કર, બે બોલેરો પીકઅપ સહિત કુલ મળીને ૫૮ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે

હાલમાં જાણવા મળી રહેલ માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી જીલ્લામાં આવેલ વાંકાનેર તાલુકાનાં જાલીડા ગામની સીમમાં હોટેલ પાછળ ગેસનું ટેન્કર ઊભું રાખીને તેના લઈ આવવામાં આવેલ દારૂનું કટિંગ કરવામાં આવે છે તેવી હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે પોલીસ જવાનોના હાથમાં રહેલ ટોર્ચ જોઈ જતાં બુટલેગેરો ત્યાંથી તકનો લાભ લઈને નાશી ગયા હતા જો કે, સ્થળ ઉપર ઉભેલા વાહનોને ચેક કરવામાં આવતા દારૂ ભરેલ ગેસ ટેન્કરમાંથી બે બોલેરો ગાડીમાં દારૂના જથ્થાને ભરીને જુદાજુદા સ્થળે લઈ જવા માટે દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ત્યાંથી ૬૬૭ પેટી દારૂ જેની કિંમત અંદાજે ૩૨ લાખથી વધુ અને અન્ય મુદામાલ મળીને પોલીસે કુલ ૫૮ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને પોલીસે દારૂની રેડ કરી ત્યારે સ્થળ ઉપર વાહન ચોરીને ભાગી ગયેલા બુટલેગરોને પકડવા માટે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

વધુમાં એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ એલસીબીના પીએસઆઈ એન.એચ.ચુડાસમાને હક્કિત મળી હતી જેના આધારે વાંકાનેરના જાલીડા ગામની સીમાં દ્વારકાધીશ હોટલ પાછળ પડતર ખરાબાના ખાણ વિસ્તારમાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂનુ કટીંગ ચાલી રહ્યું હતું જો કે, આરોપીઓ તમામ મુદામાલ મૂકીને નાશી ગયા હતા જેથી હાલમાં ગેસ ટેન્કર, બે બોલેરો તથા દારૂની ૬૬૭ પેટીઓ આમ ૩૨,૮૬,૮૦૦ નો દારૂ અને અન્ય મુદામાલ મળીને કુલ ૫૮,૮૬,૮૦૦ નો મુદામાલ કબજે કરેલ છે હાલમાં પકડાયેલા દારૂમાં ઓલસીઝન ગોલ્ડ કલેકશન વ્હીસ્કીની મોટી ૧૩૨૦ બોટલ, મેગ્ડોવેલ-૦૧ ડીલક્ષ વ્હીસ્કીની મોટી ૪૯૪૪ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની મોટી ૧૭૪૦ બોટલ કબજે કરી છે આ કામગરી પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસઆઈ એન.એચ. ચુડાસમા, કે.એચ.ભોચીયા અને એ.ડી. જાડેજા તથા એલ.સી.બી. તેમજ પેરોલ ફર્લો સ્કોડ અને ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News