મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય યુવા દિવસ ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતીનાં અનુસંધાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ સ્પર્ધા


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય યુવા દિવસ ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતીનાં અનુસંધાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ સ્પર્ધા

સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસની ૧૨ જાન્યુઆરીના રોજ ઉજવણી થતી હોય છે તે નિમિત્તે મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.લોકો તેમજ ખાસ કરીના બાળ માનસના આઈડીયા અન્યોનાં માર્ગદર્શન હેઠળ વિકસે તેમજ તેમનામાં કલા, કૌશલ્ય, કારીગરીથી અન્યોને શીખવા, સમજવા, સમજાવવા અને સ્વરોજગારી મેળવવામાં મદદરૂપ થઈ વ્યક્તિ સ્વનિર્ભર બની શકે તેમજ ખરા અર્થમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ થાય તે હેતુથી તેમજ વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ ગૃહ સજાવટની અવનવી વસ્તુઓ બનાવવાનું કૌશલ્ય વિકસે તે માટે સ્પર્ધાનું આયોજન કરાયેલ છે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ મોરબી  દ્વારાં "રાષ્ટ્રીય યુવા દિવસ" ૧૨-જાન્યુઆરી "સ્વામિ વિવેકાનંદ જયંતિ" એ એક સંકલ્પ  કરીએ આવો "વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ થીમ હેઠળ વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ અવનવી ગૃહ સજાવટની વસ્તુઓ વેસ્ટ કપડાં, ઉન, પ્લાસ્ટીક, કાગળ, પ્લાસ્ટીક બોટલ, કેન્ડીની સળી, બાકસની સળી, પક્ષીઓનાં પીંછા, નકામી સીડી, કાગળ, નકામા બોક્સ વગેરે જેવી અનેક જુની ચીજ-વસ્તુઓમાંથી વિવિધ ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે ફુલ, રમકડાં, માસ્ક, તોરણ, થેલી, ઢીંગલી, પર્સ, ફુલદાની, પક્ષીઘર વગેરે વગેરે  જેવી આપની મનપસંદ આઈટમ બનાવવાની સ્પર્ધા યોજાયેલ હોય તેમા ભાગ લેવા માટે સ્પર્ધકોએ જરુરી વસ્તુઓ સાથે લઈને આવવાની રહેશે. સ્પર્ધા તા.૧૨-૧-૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૪:૩૦ દરમિયાન આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ ખાતે યોજાશે.વધુ માહીતી માટે એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) ઉપર તા.૧૦-૧ પહેલા એન્ટ્રી નોંધાવવાની રહેશે






Latest News