ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE





ટંકારાના મેઘપર ઝાલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

ટંકારાના મેઘપર ઝાલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે લોકોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાનો લાભ અને આ યોજનાઓનો મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, પૂર્ણા યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે મેઘપર ઝાલા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ વસંતભાઈ માંડવિયા, દિનેશભાઈ વાઘરિયા, સંજયભાઈ ભાગીયા, નથુભાઈ કડીવાર, રસિકભાઈ દેત્રોજા, મહંત રવિરામ બાપુ, આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડી.વી. બાવરવા સહિત સરકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સરપંચ રામદેવસિંહ ઝાલા તથા ઉપસરપંચ જયદીપસિંહ ઝાલા, તલાટી હરદેવસિંહ જાડેજા, ગ્રામસેવક, મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફ અને ગ્રામજનો  મોટી સંખ્યામાં જોડાયા હતા.




Latest News