ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

૩૧ ફર્સ્ટની ઉજવણી એટલે... વિકૃતિની ચરમસીમા, પ્રકૃતિનુ ગાંડપણ, અને સંસ્કૃતિનુ ચીરહરણ


SHARE





૩૧ ફર્સ્ટની ઉજવણી એટલે... વિકૃતિની ચરમસીમા, પ્રકૃતિનુ ગાંડપણ, અને સંસ્કૃતિનુ ચીરહરણ

વર્ષ-૨૦૨૩ ની વિદાય અને વર્ષ-૨૦૨૪ ના નવા વર્ષને આવકારવા થર્ટી ફર્સ્ટની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી.જેને આધુનિકતાનુ આંધળું અનુકરણ કહેવુ કે માનવ જીવનનુ ગાંડપણ કારણ કે કરોડા રૂપિયાના ખર્ચે કરી શરાબ અને ડાન્સ પાર્ટીના આયોજન કરશે અને દિવસે મેરા ભારત મહાનના નારા લગાવશે.

જ્યાં લોકો ખાવા માટે ફાંફા મારે છે, કડકડતી ઠંડીમાં જેમને ઓઢવા માટે શાલ નથી મળતી, જ્યાં દવાખાનાના દવાના પૈસા માટે માણસ વલખા મારે છે, પોતાના પરિવારના ઘરેણાં દાગીના વેચીને લોકો દવાખાનાનો ખર્ચ ઉઠાવવા મજબુર છે.તેવા પરિવારને મદદરૂપ બની નવા વર્ષને આવકારશો તો ચોક્કસ આપનુ નવુ વરસ સારુ, સુખમય અને શાંતિમય નિવડશે.કોઇ દિન દુખીયાના આંસુ લૂંછી નવા વર્ષની શરૂઆત કરીએ તો સાચી ભારતીય સંસ્કૃતિનુ સિંચન થયુ ગણાશે.સંસ્કૃતિ અને સંસ્કારના દેશમાં પરદેશીઓના વેષ ભજવાય રહ્યા છે એ આપણી સૌથી મોટી કમનસીબી છે.ભારતીય પ્રણાલીકા મુજબ અને સિદ્ધાંતોને નહી અનુસારવા વાળા લોકોને મેરા ભારત મહાન બોલવાનો કોઇ અધિકાર નથી.તો આવો સૌ સંસ્કૃતિ, સંસ્કાર, વિવેક બુદ્ધિથી નવા વર્ષને આવકારીએ.તેવી ભાવના અહિંના લેખક રાજેશભાઈ એસ. વ્યાસ (ધ્રુવનગર-ટંકારા)એ વ્યક્ત કરી હતી




Latest News