મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા નજીક અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી વૃદ્ધનું મોત


SHARE







હળવદના કવાડિયા નજીક અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી વૃદ્ધનું મોત

હળવદ નજીકના કવાડિયા ગામના પાટીયાથી કવાડિયા તરફ જવાના રસ્તા ઉપર પગપાળા ચાલીને જઈ રહેલા વૃદ્ધને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રામાં કસબા શેરી મસ્જિદની સામેના ભાગમાં રહેતા ઇલ્યાસભાઈ ઇકબાલભાઈ શા જાતે ફકીર મુસ્લિમ (૨૭)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા ઈકબાલભાઈ કાળુશા શા જાતે ફકીર મુસ્લિમ (૫૬) ચાલીને કવાડિયા ગામના પાટીયાથી કવાડિયા ગામ તરફ જવાના રસ્તા ઉપર ચાલીને પગપાળા જઈ રહ્યા હતા ત્યારે તેઓના પિતાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને શરીરે નાના મોટી ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ અજાણ્યા બાઇક ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News