મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

અનોખી પહેલ: મોરબી પત્રકાર એસો. સભ્યોને ૧૦ લાખનું વીમા કવચ


SHARE







અનોખી પહેલ: મોરબી પત્રકાર એસો. સભ્યોને ૧૦ લાખનું વીમા કવચ

સામાન્ય લોકોને ન્યાય મળે તે માટે સતત સજાગ રહેતા અને લોકોને સમયસર કોઈપણ ઘટનાની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મળી રહે તેના માટે ૨૪ કલાક દોડતા પત્રકારો ઘણી વખત પોતાના જીવને જોખમમાં મૂકીને પણ લોકોને સમાચાર પહોચડતા હોય છે ત્યારે મોરબી મોરબી પત્રકાર એશોસિયેશન દ્વારા પ્રેરક પહેલ કરવામાં આવી છે અને મોરબી પત્રકાર એસો. સાથે જોડાયેલા પત્રકારોના પોસ્ટ ઓફિસમાં આઇ.પી.બી.પી. અંતર્ગત ડિજિટલ બેન્કિંગ એકાઉન્ટ અને સંલગ્ન જી.એ.જી. યોજના અંતર્ગત રૂપિયા દશ લાખનું વીમા કવચ લેવામાં આવેલ છે

મોરબીમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા પત્રકારોનું એસો. કાર્યરત છે અને તેની સાથે જોડાયેલા પત્રકારોની ચિંતા સેવીને વર્તમાન હોદેદારો દ્વારા સર્વાનુમતે તમામને વીમા કવચ હેઠળ આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વર્તમાન સમયમાં ઘણી વખત વાંચકો કે પછી દર્શકો સુધી સમાચાર પહોચડવા માટે પત્રકારોને તેના જીવ પણ જોખમમાં મૂકવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે કોઈ ઘટના દુર્ઘટના બને તો સીધી નહિ તો આડકતરી રીતે પણ મોરબી પત્રકાર એસો. તેના સભ્યના પરિવારજનને મદદરૂપ બની શકે તે માટે મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા "નાના લોકોની મોટી બેંક" જેવી પોસ્ટ ઓફિસની આઇ.પી.બી.પી. ડિજિટલ બેન્કિંગ સેવાનો લાભ લઈને ૧૦ લાખનું વીમા કવચ મોરબી પત્રકાર એસો. સાથે જોડાયેલા પત્રકારોનું લેવામાં આવેલ છે ત્યારે મોરબી જીપીઓ મુખ્ય પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્તર પરાગ વસંત સહિતના પોસ્ટ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે અધિકારી જણાવ્યુ હતું કે, ભારત સરકાર દ્વારા વીમા પોલિસીની જેમ ઘણી વધી લોકો ઉપયોગી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે તેનો વધુને વધું લોકો દ્વારા મહત્તમ લાભ લેવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબીના પત્રકાર એસો. દ્વારા જે પહેલ કરવામાં આવેલ છે તેની પોસ્ટ વિભાગના અધિકારી  સહિતના કર્મચારીઓએ પ્રસંસા કરેલ હતી આ તકે મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટઉપપ્રમુખ હરનિશભાઈ જોશીમહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજાસહમંત્રી ઋષિભાઈ મહેતાખજાનચી પંકજભાઈ સનારિયા તેમજ સભ્ય સુરેશભાઈ ગોસ્વામીજીગ્નેશભાઈ ભટ્ટરવિભાઈ ભડાણીયા, ચંદ્રેશભાઈ ઓધવિયાઅલ્પેશભાઈ ગોસ્વામીજીગ્નેશભાઈ વ્યાસ તેમજ સન્નીભાઈ વ્યાસ સહિતઓને દસ લાખના વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવેલ છે અને કેટલાક સભ્યો તેના કામથી બહાર હોવાથી તેઓની હવે વીમા પોલિસી લેવામાં આવશે






Latest News