મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લેટેસ્ટ બિઝનેસ સેન્ટર ખાતે કામ દરમ્યાન નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE











મોરબીમાં લેટેસ્ટ બિઝનેસ સેન્ટર ખાતે કામ દરમ્યાન નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે હરીગુણ બિઝનેસ સેન્ટરની સામેના ભાગમાં લેટેસ્ટ બિઝનેસ સેન્ટરમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો યુવાને કોઈ કારણોસર પહેલા માળેથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાથી સારવાર માટે લઈ ગયા હતા ત્યારે ત્યાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સિદ્ધિવિનાયક સોસાયટીમાં આવેલ સિદ્ધિ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૭૦૪ માં રહેતા ભરતભાઈ અરજણભાઈ આદ્રોજા જાતે પટેલ (૩૭) નામનો યુવાન મહેન્દ્રનગર ગામે હરિગુણ બિઝનેસ સેન્ટરની સામે આવેલ લેટેસ્ટ બિઝનેસ સેન્ટરની બાંધકામવાળી સાઇટ ઉપર ઇલેક્ટ્રિશિયનનું કામ કરી રહ્યો હતો ત્યારે કામ કરતા સમયે કોઈ કારણોસર તે પહેલા માળેથી નીચે પટકાતા યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ નાની કેનાલ રોડ ઉપર રહેતા પાર્વતીબેન હીરાભાઈ ભટાસણા (૭૪) નામના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મીલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણસર તેઓ બાઈકમાંથી પડી ગયા હતા જેથી કરીને ઈજા થતા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના નવા ડેલા રોડ પાસે આવેલ ઘાંચી શેરીમાં રહેતા તુફેલ ફિરોજભાઈ કેડા (૨૦) નામનો યુવાન મોરબીમા મોમાઈ ડેરી પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ થયો હતો અને તે મારામારીના બનાવવામાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની તપાસ એમ.જી. વાળા ચલાવી રહ્યા છે






Latest News