મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ખાતે રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં


SHARE







મોરબીના ભડીયાદ ખાતે રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં

મોરબી નજીકના ભડીયાદ પાસે આવેલ રામાપીરના ઢોરા પાસે રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે એસિડ પી ગયો હતો જેથી કરીને તે યુવાને તાત્કાલિક સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ પાસે આવેલ રામાપીરના ઢોરા પાસે રહેતા માવજીભાઈ મોતીભાઈ ઠોરીયા (૩૩) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના સમયે કોઈ કારણોસર તેને પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતો વિવેક દેવરાજભાઈ બાબરીયા (૨૩) નામનો યુવાન પોતાનું બાઈક લઈને મકનસર ગામ પાસે આવેલ રિકોન સીરામીક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડિવાઈડર સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વિવેક બાબરીયાને ઈજા થઈ હોવાથી તેને મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News