મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના આસિ. ઇજનેરે બીલના અભિપ્રાય માટે માંગી લાંચ !: પુરાવો એકત્રિત કરીને આરોપીને પકડવા તજવીજ


SHARE







મોરબી જિલ્લા પંચાયતના આસિ. ઇજનેરે બીલના અભિપ્રાય માટે માંગી લાંચ !: પુરાવો એકત્રિત કરીને આરોપીને પકડવા તજવીજ

મોરબી જિલ્લા પંચાયતના આસી. ઈજનેરે કોન્ટ્રાક્ટર પાસે ડામર રોડના કામના બિલ માટે અભિપ્રાય આપવા લાંચની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી પાસેથી બે લાખની લાંચ આંગડિયા પેઢી મારફત માંગી હતી. જેને પગલે મોરબી એસીબીની ટીમે છટકું ગોઠવીને આંગડીયા પેઢીના કર્મચારીને બે લાખની સ્લીપ લખી આપતાની સાથે જ એસીબીની ટીમે મુદાની નોટો પીએમ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે

ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પીએમજીએસવાય યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬ કિમી નુ ડામર રોડનુ કામ કરતા હતા. જે કામના 3.40 કરોડનુ બીલ મંજુર થવા મોકલ્યું હતું. અને બીલની ફાઇલ મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ ખાતે આસી. ઇજનેરના પદ ઉપર ફરજ બજાવતા ઉમંગભાઇ ચૌધરીએ તેના અભિપ્રાય સાથે બીલની ફાઇલમા અભિપ્રાય નહી આપતા ફરિયાદીએ તેમનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. ત્યારે ઉમંગભાઇએ પોતાને ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરી હતી. જે બીલની રકમ મુજબ ફરીયાદીએ ૨,૫૫,૦૦૦ આપવાના થતા હતા. જે પૈકી રૂ.૨,૦૦,૦૦૦ તા. ૨૩ ડિસેમ્બરના રોજ આપવાનું નક્કી થયું હતું

આ મામલે ફરિયાદીએ મોરબી એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ફરિયાદીએ આરોપી ઉમંગભાઈનો સંપર્ક કરતા તેણે મોરબીની કોઇ પણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી બે લાખ મોડાસા મોકલી આપવાનું જણાવ્યું હતું. જેને પગલે એસીબી પોલીસે પી.એમ. આંગડીયા પેઢીની ઓફીસ, નવા ડેલા રોડ, ધરતી ટાવર, બેંક ઓફ બરોડાની પાછળ છટકું ગોઠવ્યું હતું. જેથી ફરિયાદીએ પી.એમ. આંગડીયા પેઢીમા જઇ આરોપી ઉમંગભાઈ સાથે વાત કરતા ઉમંગભાઈએ ફરિયાદી તથા આંગડીયા પેઢીના કર્મચારી સાથે હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પી.એમ. આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ આરોપીની સૂચના મુજબ બે લાખ પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને આપી હતી. જેની સ્લીપ લખી આપતા એસીબી પોલીસે મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરી હતી અને હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં મોરબી એસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણા અને રાજકોટ એસીબી પોલીસના મદદનીશ નિયામક વી.કે. પંડ્યા જોડાયેલા હતા.






Latest News