મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે બાઇક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા કારખાનેથી ઘરે જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર પાસે બાઇક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા કારખાનેથી ઘરે જતાં યુવાનનું મોત

મોરબી નજીકના મકનસર ગામે રહેતો યુવાન સિરામિક કારખાનામાં પોતાની નોકરી પૂરી કરીને ઘરે પરત જતો હતો ત્યારે મોરબીના લાલપર ગામથી આગળ સર્વિસ રોડ ઉપર કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેના એકટીવાને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને બાઈક ચાલક ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાનના કૌટુંબિક કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબી નજીકના લાલપર ગામે રાધે હોટલની પાછળ વિશાલ દીપ સોસાયટી ખાતે રહેતા રમણીકભાઈ નાગજીભાઈ આંદોદરીયા જાતે પ્રજાપતિ (૫૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામે રહેતો તેનો કૌટુંબિક ભત્રીજો યાજ્ઞિક નરેન્દ્રભાઈ અંદોદરીયા જાતે પ્રજાપતિ (૨૫) પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ સી ૧૫૯૨ લઈને કારખાને નોકરી પૂરી કરીને સીરામીક કારખાનેથી ઘર તરફ જવા માટે નીકળ્યો હતો અને લાલપર ગામથી આગળના ભાગમાં વાંકાનેર તરફ સર્વિસ રોડ ઉપર સોનેક્ષ સિરામિક કારખાનાની સામેના ભાગમાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના કૌટુંબિક ભત્રીજા યાજ્ઞિક અંદોદરીયાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતુ અને અકસ્માત સર્જીને અજાણ્યો બાઈક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના કૌટુંબીક કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતકને સંતનમાં એક દીકરો હોવાનું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે અને અકસ્માતના આ બનાવના લીધે માસૂમ બાળકે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News