મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર પાસે સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ: ફાયરનું વાહન અડધા કલાકે પહોચ્યું !


SHARE







મોરબીના રાજપર પાસે સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ: ફાયરનું વાહન અડધા કલાકે પહોચ્યું !

મોરબીના રાજપરથી ખાપર ગામ તરફ જવાના રસ્તે સિલિકેટ ભરેલા ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે એક બાળકને બચાવવા જતાં ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટેન્કર રોડ સાઇડમાં ઉતારી ગયું હતું અને ત્યાર બાદ તુરતજ તેમાં આગ લાગી હતી જેથી તે ઘટનાની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે, ફાયરબ્રિગેડની ટિમ ત્યાં અડધા કલાકે આવી હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળે છે વધુમાં મળી રહેલા માહિતી મુજબ રાજકોટના શાપર જીઆઈડીસીમાં ૨૦ હજાર લીટર સિલિકેટ કેમિકલ ભરીને આમરણ ગામે આવેલ ફર્સ્ટ કેમિકલ કંપનીમાં આપવા માટે ટેન્કર જીજે ૩ એએક્સ ૭૩૭૪ જઈ રહયું હતું ત્યારે એક બાળકને બચાવવા જતા ટેન્કર રોડ સાઇડમાં ઉતારી ગયું હતું અને તેમાં આગ લાગી હતી તેની જાણ મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય નયનભાઇ આઘારા દ્વારા મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જો કે, સ્થળ ઉપરથી મળી રહેલ માહિતી મુજબ ફાયરની ટિમ ત્યાં અડધા કલાકે આવી હતી ત્યાં સુધીમાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું જો કે, કોઈ જાનહાનિ થયેલ નથી અને ફાયર બ્રિગેડના અધિકારી જણાવ્યુ હતું કે, ઘટનાસ્થળે જવા વાહન નીકળ્યું હતું પરંતુ સુધારા શેરીમાં ટ્રાફિકજામના લીધે ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો






Latest News