મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાંથી ગુમ થયેલ મહિલા જાતે હેમખેમ ઘરે પરત આવી ગઈ


SHARE







મોરબીના રોહિદાસપરામાંથી ગુમ થયેલ મહિલા જાતે હેમખેમ ઘરે પરત આવી ગઈ

મોરબી શહેરના વીસીપરામાં આવેલ રોહિદાસપરા વિસ્તારમાં રહેતી મહિલા એપ્રિલ મહિનામાં મંદિરે દર્શન કરવા જવાનું કહીને ગુમ થઈ ગઈ હતી ત્યારબાદ તે પોતાની જાતે ઘરે પરત આવી ગઈ હોવાથી તેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરા વિસ્તારમાં રહેતા દીપ્તિબેન દિનેશભાઈ ચૌહાણ (૨૫) નામની મહિલા ગત તા. ૯/૪/૨૩ ના રોજ પોતાના ઘરેથી ધક્કાવાળી મેલડી માતાજીએ દર્શન કરવા માટે જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી જેથી કરીને તેની ગુમસુધા ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસ અને પરિવારજનો તે મહિલાને શોધવા માટે થઈને કવાયત કરી રહ્યા હતા દરમિયાન આ મહિલા પોતે પોતાની જાતે પોતાના ઘરે પરત આવી જતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લખધીરપુર રોડ પાસે સર્વિસ રોડ ઉપર સામસામે બે બાઇક અથડાયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્કમાં રહેતા વીરપાલસિંહ જાડેજા (૨૦) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા વિજય રામજીભાઈ બોસિયા (૩૮) નામના યુવાનને ઉમિયા સોસાયટીમાં યુસુફભાઈની ચક્કી પાસે મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News